Posted by: rajprajapati | 03/05/2010

ગુજરાતનું ભવિષ્ય અખબારો અને પત્રકારોના હાથમાં

હા…..ખરી વાત છે કે જે રીતે સી.બી.આઇ. અને સીટ ની તપાસ આગળ વધી રહી છે. તેમ તેમ અનેક ગુનાઓ બહાર આવી રહ્યા છે. ગુજરાતનું આખું ગૃહ અને કાયદા ખાતું ગુનાખોરીનું સંચાલન કરતું હોય તેવું વાતાવરણ બનતું જાય છે.

એક હથ્થુ સરકારના મોવડીઓએ ખુલ્લેઆમ જાહેર કરી દીધું છે કે સી.બી.આઇ. ની તપાસ કેન્દ્ર સરકારનું ગુજરાતને બદનામ કરવાનું કાવતરૂ છે. આ બાબતમાં કાંઇ નવીન નથી..

ભ્રષ્ટાચારીઓએ શેરી યુધ્ધો કરાવવાની જાહેર ધમકી આપી છે. શેરી યુધ્ધ એટ્લે રમખાણો કરાવવાની વાત કરી છે.ભ્રષ્ટાચારીઓ પોતાના ગુનાખોર રાજકારણીઓને બચાવવા સમય આવ્યે લોકલાગણી ઇશ્કેરીને ગુજરાતમાં રમખાણો કરાવશે તેવી શક્યતાઓ હોવાથી ભ્રષ્ટ રાજકારણીઓની દલાલી કરી તેના ઉશ્કેરણીજનક ભાષણો અને અખબારી નિવેદનો છાપાઓમાં પ્રસિધ્ધ ના કરવા જોઇએ.

કોઇપણ રાજકીય પક્ષના નેતાઓ પ્રેસ કોંફરંસ બોલાવે ત્યારે પત્રકારોએ તેના ( પ્રજા ઉપર ઠોકી બેસાડવાના) નિવેદનો કે ભાષણો લેવા જવું ના જોઇએ.

ગુજરાતના અખબારો અને પત્રકારોની છેલ્લા સાત વર્ષમાં જેટલી નાલેશી થઇ છે તેટલી નાલેશી ક્યારેય થઇ નથી. પાળેલા પશુઓની જેમ રાજકારણીઓની દલાલી કરવા દોડી જતા પત્રકારોએ ગુજરાતની સ્ફોટક પરિસ્થિતિમાં થંભી જવાની જરૂર છે.

હાલની રાજકીય પરીસ્થિતિ પ્રમાણે ગુજરાતની ઉતેજક પ્રજાને રાજકારણીઓ દ્વ્રારા આયોજીત રમખાણોથી બચાવવાની જવાબદારી ગુજરાતની ચોથી જાગીર ગણાતા અખબાર નવેશો પાસે છે.

ગુજરાતના તમામ અખબારોએ રાજકીય પક્ષોના રાજકારણીઓ અને તેના પક્ષ તરફથી કરાતા નિવેદનો જાહેર  ના  કરીને ગુનાખોર નેતાઓ ભ્રષ્ટ નેતાઓનો પ્રચાર બંધ કરવો જોઇએ.

જે લોકો બે- ત્રણ રૂપીયા ખર્ચી આપણા છાપા ખરીદી રહ્યા છે તેવા નિર્દોષ ગુજરાતીઓ ઉપર વર્ષોથી ભ્રષ્ટાચારીઓ શાસન ચલાવી રહ્યા છે ત્યારે અખબારો  સામાન્ય પ્રજાજનોના હિતમાં પોતાની જવાબદારી અદા કરશે તો તે ચોથી જાગીર પ્રજાસતાક રાષ્ટ્રની સ્વાયત સતા તરીકે પોતાનું શક્તિશાળી સ્થાન બનાવી શકશે…….


Responses

  1. આ તો પેલી વાર્તા જેવુ થયુ..

    બે બિલાડીઓ દુધ માટે ઝગડો કરતી હતી અને તપેલુ ઉંધું વળી ગયું.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: