ગુજરાત પોલીસ સતાનો ઉપયોગ ગુનાખોરીમાં કરવામાં કરે છે. ? રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સરકારની પુરી સુચના વગર મર્ડર જેવા ગુના કરે તેવું તમને લાગે છે ? ગોધરાકાંડ પછીના રમખાણોની તપાસ કરતી સીટ ના આરોપીઓની યાદીમાં અને બીજી તપાસોની યાદીઓમાં જે બધા નામો નોંધાયા છે તે બધા નામોમાં ગુજરાત સરકારના અડધા આઇ.પી.એસ. અધિકારીઓ અને ભાજપના મોટા નેતાઓ સંડોવાયાના આક્ષેપો થયા છે અને તે બાબતની જોડતી કડીઓ તથા પ્રાથમિક પુરાવાઓ સામે આવી રહ્યા છે. આ બધુ ક્યારથી શરૂ થયુ અને શા માટે થયુ તે ગુજરાતના દરેક માણસે વિચારવું જરૂરી બને છે.
સતા મેળવવા માટે અને અંધશ્રદ્ધાળુ મતદારોમાં લોકપ્રિય રહી પોતાની સરકાર બનાવી રાખવા સામ, દામ ,દંડ અને ભેદ નું કેટલુ ભયાનક રાજકારણ ખેલાતું હોય છે તેનું ગુજરાત ઐતિહાસીક ઉદાહરણ બની રહે તો કાંઇ નવું નહી ગણાય.
રાજસતા મેળવવા કે ટકાવી રાખવા માટે પોતાની દિકરીઓ અને બહેનોને દુશ્મનને આપવામાં આવી છે. જોધા-અકબરની ફિલ્મ બધાએ જોઇ હશે ને ? સતા માટે બહેન દિકરીઓને પણ ચુંથાવા સોંપી હોય તેવું ઇતિહાસ પુરવાર કરે છે.
ગુજરાતની પ્રજાએ વિચારવાનું છે કે કારસેવકોવાળી રેલગાડીના ડબ્બામાં આગ કેમ લાગી ? હિન્દુ કારસેવકોની કારમી હત્યાઓથી કોને ફાયદો થયો ?
ગોધરાકાંડ પછી અમદાવાદ વડોદરામાં કોમી તોફાનો થયા, તેના કારણે કોને ફાયદો થયો ? અક્ષરધામકાંડ થયો તેમાં નિર્દોષ લોકો મરાયા, ફાયદો કોને થયો ? આંતકવાદીઓને કે જેહાદીઓ તો સતા ઉપર રહેલાના દુશ્મન હોય ને ? આતંકવાદીઓ કેમ કોઇ મોટા રાજકારણીની હત્યા કરતા નથી ?
તમને ખરાબ લાગશે ……….પણ ગુજરાતનો ખરેખર શું વિકાસ થયો તે લખવું તો પડશે.
અભણ કરતાં શિક્ષિત વધુ મુર્ખ હોય અને અને અતિ શિક્ષિત સાવ ગધેડો હોય તો સમજવું કે ગુજરાતના વિકાસની હદ હવે શરૂ થાય છે.
એકાવનમાં વર્ષના મંગળ પ્રભાતે બધા ગુજરાતી મતદારોએ વાચવા અને વિચારવા જેવી સાચી વાતની સોગાદ ……………..જય જય ગરવી ગુજરાત …
Advertisements
ગુજરાત પોલીસ જ મોટામાં મોટી ગુન્હેગાર છે. અને એને સરકારનો સાથ હોય તો જ આ શક્ય બને. જ્યાએ ગૃહ પ્રધાનને ચાર ચાર દિવસ સુધિ અજ્ઞાતવાસ સેવવો પડે એક કહેવાતા એન્કાઉંટર કેસમાં એ શુ સુચવે? કે સરકાર જ સંડોવાયેલ છે.
શોહરાબુદ્દીન ભલે ગુન્હેગાર હતો. પણ એનો આવી નિર્મમ રીતે ખૂન કરવાનો પરવાનો પોલિસને કોને આપ્યો. તો ગૃહખાતાએ અને આડકતરી રીતે સરકારે.. તો જ તો પોલિસ ખાતામાં હવે ધરપક્ડનો દોર શરૂ થયો ને મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી ચુપ રહે. આવા તો કેટ્લાય ખૂન થયા હશે એન્કાઉન્ટરના નામે.
By: નટવર મહેતા on 08/05/2010
at 6:11 pm