Posted by: rajprajapati | 25/04/2010

સર્વોદય સેવા સંઘ

ભ્રષ્ટ તંત્ર વ્યવસ્થા અને સામજીક દુષણો તથા રાજકિય જ્ઞાતિવાદ અને કોમવાદથી ખત્મ થઈ રહેલી માનવતાને જાગૃત કરીને આપણા સૌના સહિયારા યોગદાનથી સર્વોદય સેવા સંઘની રચના કરી માનવતાવાદી વ્યવસ્થાઓ ઉભી કરવા આ જનજાગૃતિ અભિયાન શરુ કરાયું છે. જેમાં ચોક્કસ બંધારણ અને સંચાલનના નિયમો ધરાવતું વિશાળ સંગઠ્ઠન જરુરી છે. અને તેના માટે https://rajprajapati.wordpress.com બ્લોગ દ્વારા સરકારી તંત્ર વ્યવસ્થા, રાજકીય ભ્રષ્ટાચાર, જ્ઞાતિવાદ અને સમાજની વાસ્તવિક પરિસ્થિતીઓ તથા ભવિષ્યના આયોજન ને ધ્યાનમાં રાખી સમાજ સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

જો બ્લોગના દરેક લેખો બધા નાગરીકો ગંભીરતાથી વાંચશે તો સર્વોદય સેવા સંઘની જરુરત બધાને સમજાશે.

સર્વોદય સેવા સંઘનું આમુખ

સજ્જનોની નિષ્ક્રિયતાને કારણે આજે દૂર્જનો સમાજના દરેક ક્ષેત્રમાં આધિપત્ય જમાવી રહ્યા છે ત્યારે પ્રમાણિક સમાજ વ્યવસ્થા અને સમાન નાગરીક અધિકારોની પુર્તતા કરતી, નવી વ્યવસ્થાઓ નિર્માણ કરવાની આવશ્યકતાઓ ઉભી થઈ તેના નિષ્કર્ષરૂપે સર્વોદય સેવા સંઘ ચેરીટેબલ ટ્રસ્ટનો પાદુર્ભાવ થયો.

લોક્શાહી ભારત દેશના નાગરીકોના હલન ચલન સિવાય તેના જીવનની દરેક બબતમાંથી સરકારને કરવેરાઓ મળે છે આ કરવેરાઓથી સરકારનું ભ્રષ્ટ સંચાલન થઈ રહ્યુ છે લોક્શાહી રાષ્ટ્રના દરેક નાગરીકને સમાન અધિકારો હોવા છતાં અમુક ભ્રષ્ટ લોકોને જ સરકારી નાણાંનો મોટાભાગ ઉપયોગ કરવવા મળી રહ્યો છે.

સવારે વપરાતા ટુથબ્રશથી શરૂ કરીને દિનચર્યાના દરેક કાર્યની વસ્તુઓ ઉપર કરવેરાઓ વસુલ થઈ રહ્યા છે તેના બદલામાં સામાન્ય નાગરીકને ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર સિવાય કશું મળતું નથી, વાહન ખરિદો તેમાં કરવેરાઓ છે, પાણી પણ પૈસાથી વેચાતું મળે છે, શિક્ષણ પણ વેચાતું મળે છે, આરોગ્યની સારસંભાળ માટે પણ ખર્ચાળ વ્યવસ્થાઓ છે, ગંભીરતાથી ઝીણવટપુર્વક વિચારશો તમને સમજાશે કે માણસ જે કાંઇ કામ કરે તેના ઉપર કોઇને કોઇ રીતે કરવેરાઓ વસુલ થઈને સરકારની તિજોરીમાં જમાં થાય છે અને તે અબજો રૂપિયાનો પ્રજાલક્ષી ઉપયોગ કરવાને બદલે ભ્રષ્ટ રાજકારણીઓ અને રાજકીય વગ ધરાવતા ધનપતિઓ ભ્રષ્ટાચાર કરી અંગત દૂર ઉપયોગ કરી સહ્યા છે.

ભારતમાં કરોડો લોકો મતદાન કરીને લોકપ્રતિનિધિની ચૂંટણી કરે છે તેમાં રાજકીય પક્ષો છેલ્લા ૧૫ વર્ષથી ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓને ઉમેદવાર બનાવીને સતા ઉપર બેસાડવાનું અભિયાન હાથ ધરતાં લોક્શાહી દેશની તમામ સ્તરની તંત્ર વ્યવસ્થાઓમાં અત્રતત્ર સર્વત્ર ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓનું સામ્રાજ્ય બની ગયું છે.

દેશમાં કોમવાદ અને જ્ઞાતિવાદ તથા જાતીવાદના “ભાગલા પાડો અને રાજ કરો” નિતિથી દરેક રાજકીય પક્ષોએ સમાજ વ્યવસ્થામાં અમાનવીય વિગ્રહો શરૂ કરાવીને સમાજમાંથી માનવતાનું નિકંદન કાઢયું છે, સજ્જન લોકોને પ્રમાણીકતાથી જીવવુ કઠીન બનતું જાય છે અને સક્રિય થવા માટેનો કોઇ નિયમાનુસારના ’જાહેર મંચ’નો અભાવ સતાવી રહ્યો છે.

ભ્રષ્ટ રાજકીય પક્ષોના રાજકારણીઓ અને તેના સંબંધીત ધનપતિઓ સિવાય ભારતની સમગ્ર જનતા આપણા દેશમાં પ્રમાણીક સમાજ વ્યવસ્થા માટે તૈયાર હોવા છતાં કોઇ એવું સંગઠ્ઠન અસ્તિત્વમાં ન હોવાથી પ્રમાણીક પ્રજાજનોને સક્રિય બનવાની તક મળતી નથી.

૨૦ વર્ષ સુધી સમાજ વ્યવસ્થાઓ અને તંત્ર વ્યવસ્થાઓ વચ્ચે રહીને તટસ્થપણે અભ્યાસ કરીને ભારતીય સમાજના દરેક નાગરીકને સમાન હક્ક-અધિકારો મળી રહે તેમજ ભ્રષ્ટાચારને જડમુળથી નાબુદ કરવા માટે આપણે સૌના માટે પવિત્ર સંગઠ્ઠનની આપણી આવશ્યકતાઓ માટે “સર્વોદય સેવા સંઘ ચેરીટેબલ ટ્રસ્ટ” ની સ્થાપના કરવાની છે.

અંધશ્રધ્ધા અને ધર્માંધતાને કારણે પણ અનેક દુષણો સમાજમાં પાંગરી ચુક્યા છે, ધર્મના નામે ધંધો કરવામાં આવે રહ્યો છે ત્યારે સુસંસ્કૃત ભારતના દરેક નાગરીકને સ્વતંત્ર વિચારોથી સામાજીક શિસ્તતા અને દાયીત્વ નીભાવીને જીવવાની તક મળે તે માટે ભારતના દરેક નાગરીકે “સર્વોદય સેવા સંઘ ચેરીટેબલ ટ્રસ્ટ” ના સક્રિય સભ્ય બનવું જોઇએ,

આ સર્વોદય વ્યવસ્થાનો એક ઉદેશ છે કે મનુષ્ય એટલે મનુષ્ય, બધા માણસનું લોહી લાલ છે અને બધા નાકથી શ્વાસ લે છે, મુખથી જ ખાય છે, વિશાળ સમાજ વ્યવસ્થાઓના નિયમન માટે તથા આનુવંશીક સંસ્કારોના સંવર્ધન માટે કરવામાં આવેલી વર્ણ વ્યવસ્થાઓના ભ્રષ્ટ ઉપયોગથી સમાજ વ્યવસ્થામાંથી પવિત્રતા નાબુદ થઈ ચુકી છે ત્યારે આપણા સૌની અંતરની ઇચ્છાને પુરી કરવા માટે આપણા સૌની સહિયારી સેવાઓ અને સમર્પણથી પ્રમાણીક જીવન જીવી શકાય તેવી પવિત્ર સમાજ અને તંત્ર વ્યવસ્થાઓ માટે આપ સર્વે‍એ સક્રીય રીતે ગુજરાત સહિત ભારતના દરેક નાગરીક સુધી આપણા “સર્વોદય સેવા સંઘ ચેરીટેબલ ટ્રસ્ટ”ના કાર્યો અને સેવાઓ પહોંચે તે માટે સર્વે રીતે સેવા આપવાની દરેક ભારતીય ભાઈ બહેનોની નૈતિક ફરજ છે.

રાજકીય ક્ષેત્ર ઉપર ગુનેગારો અને ભ્રષ્ટ લોકોનું પ્રભુત્વ સ્થાપાય ગયું છે, ભ્રષ્ટ થયેલી અવ્યવસ્થામાં કાયદાઓની હાંસી પાત્ર સ્થિતી બની ગઈ છે, નિર્દોષને સજા થાય છે અને મોટા ગુનેગારો સરકારો ચલાવી રહ્યા છે ત્યારે આ રીતે આગળ સમાજ અને તંત્ર વ્યવસ્થાઓ ચાલુ રહેશે તો ભારતના પ્રજાસતાક સંવિદ્યાનનો પણ ધ્વંસ થશે અને માણસ માણસ વચ્ચે રાગદ્વેષ અને ભેદભાવથી કુદરતી સમાજ વ્યવસ્થાઓ ભાંગી પડશે.

આપણા દેશમાં અનેક પ્રમાણીક લોકો સરકારમાં પવિત્ર સેવાઓ આપવા તૈયાર હોવા છતાં મતદારો સુધી તે પહોંચી શકે નહીં કારણકે પ્રમાણીક લોકો પાસે નાણાંનો અભાવ હોય છે ભ્રષ્ટ અને સમાજદ્રોહી પાસે અઢળક પૈસા હોવાથી ચૂંટણીમાં મતદરો સુધી તેનો પ્રચાર પહોંચી શકે છે, પરંતુ આ સંઘ થકી કોઇપણ નાણાંકીય ખર્ચ વિનાની ચૂંટણીથી પ્રમાણિક લોકોને સરકારમાં સતા ઉપર લાવ્યા પછી તંત્ર વ્યવસ્થામાંથી ગેરરીતીઓ અને ભ્રષ્ટાચાર નાબુદ કરી શકાશે.

સંગઠ્ઠન માટે મોટી નાણાંકીય જરૂરીયાતો માટે દરેક સભ્યએ વાર્ષિક સભ્ય શુલ્ક ભરવાનું ફરજીયાત હોવાથી, સંગઠ્ઠનના સંચાલન અને તેની પ્રવૃતી માટે નાણાંકીય બાબતોમાં ઔદ્યોગીક અને ભ્રષ્ટ લોકો પાસેથી કોઇપણ ફંડ લેવાની જરૂરત રહેશે નહીં, પૈસાથી રાજકીય પક્ષ તરફથી ઉમેદવારી કરીને અનેક લોકોએ પ્રજાની તિજોરીને લુંટવાની પ્રવૃતીનો બહોળો વિકાસ કર્યો છે. આપણા સંઘના નિયત કરેલા ઉમેદવારોએ એક પણ પૈસાનો ખર્ચ કરવાનો રહેશે નહીં તેમજ પ્રચાર માટે કોઇનો સંપર્ક કરવાનો રહેશે નહી, ચૂંટાયેલા નાગરીકોએ એક માત્ર સરકારમાં પ્રમાણીક સેવા આપવાની પુરી ફરજ બજાવવાની રહેશે, પ્રમાણીક લોકોને સરકારમાં તથા સમાજમાં યોગ્ય સ્થાને પહોંચાડવાનું આ અભિયાન ભારતીય સમાજમાં રહેલી અમાનવીય માનસીકતાઓને નાબુદ કરવાની સાથે સુસંસ્કૃત સમાજ વ્યવસ્થાઓ નિર્માણ કરવામાં પાયાનું સંગઠ્ઠન બની રહેશે. સર્વોદયની ભાવનાથી કાર્યરત આ સંસ્થાથી જ્ઞાતિ અને જાતી, કોમ જેવા અમાનવતાના દૂષણોની નાબુદી સાથે અનેક પ્રકારની બિન જરૂરી ખર્ચ કરાવતી વ્યવસ્થાઓને પણ નાબુદ કરી શકાશે,

ભારત પ્રજાસતાક રાષ્ટ્ર હોવાથી દરેક નાગરીકના જીવનચર્યાની દરેક બાબત ઉપર કરવેરાથી અબજો રૂપિયા સરકારમાં રાષ્ટ્ર અને રાજ્યોના નાગરીકો માટે સાર્વજનીક વ્યવસ્થાઓ ઉભી કરવા માટે એકઠા થઈ રહ્યા હોવા છતા આજે શિક્ષણ, આરોગ્ય અને પરીવહનની સેવાઓ તથા, પાણી, અન્ન અને રહેઠાણની સમસ્યાઓથી દેશના પોણા ભાગના નાગરીકો પીડાય રહ્યા છે.

“સર્વોદય સેવા સંઘનું પ્રમાણીક ટ્રસ્ટ” ગુજરાત અને દેશના દરેક રાજ્યમાં આંતરરાષ્ટ્રિય કક્ષાનું શિક્ષણ તમામ વિદ્યાર્થીઓને મફત મળી રહે તે માટે જન‍આંદોલન ચલાવશે અને દરેક નાગરીકોને એક સમાન રીતે મફત શિક્ષણ અને આરોગ્ય સંબંધિત વિશ્વકક્ષાની સેવાઓ પુરી પાડવાનું જન‍આંદોલન ચલાવીને સફળતાથી નિ:શુલ્ક શિક્ષણ અને આરોવ્ય સેવાઓ પુરી પાડશે, દરેક નાગરીક તેના પરીશ્રમથી મેળવેલી આવકમાંથી પ૩% આવક કરવેરા રૂપે સરકારમાં પરત ભરી રહ્યો છે ત્યારે દરેક નાગરીકનો મફત શિક્ષણ અને આરોગ્યસેવાનો અધિકાર છે, ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પરીવહન સેવાઓમાં મફત મુસાફરી માટેની વ્યવસ્થાઓ કરવામાં આવશે.

૬૫ વર્ષથી ઉપરના વડીલો માટે મૃત્યુ પર્યાત નિભાવખર્ચ આપવાની નેમ ધરાવે છે, કુસંસ્કારો અને વિકૃત માનસીકતાને કારણે અમુક લોકો માતાપિતાનો નિભાવ કરવાની ફરજથી વિમુખ થઈ રહ્યા છે તેથી દરેક વડીલને મોંઘવારી પ્રમાણે ભોજન, વસ્ત્ર અને આવાસના ખર્ચ માટે સન્માન્પુર્વક્નું પેન્શન આપવાની પ્રતિબધ્ધતા રાખે છે.

સર્વોદય સેવા સંઘ સરકારની સમાંતર ચાલતું સંગઠ્ઠન બની રહેશે જેનાથી ભ્રષ્ટાચાર કરી ગેરરીતી કરવાની કોઇ તકનો અવકાશ નથી, પોતાનામાંથી પ્રમાણીક નાગરીકને સર્વસ્વિકૃત કરીને ઉમેદવાર બનાવવાની નિયત વ્યવસ્થાઓ હોવાથી સંઘનો કોઇ દૂર ઉપયોગ કરી શકશે નહી.

દરેક સમિતિઓ અને ટ્રસ્ટી મંડળમાં દરેક જ્ઞાતિ, જાતિ, કોમના નાગરીકોને ફરજીયાત કરોબારી સભ્ય બનાવવાના હોવાથી કોઇ વાદવિવાદને અવકાશ નથી તો સાથે સાથે તકેદારી સમિતિ હોવાથી સંગઠ્ઠનમાં પણ કોઇ ગેરરીતીઓ કે ભેદભાવને અવકાશ મળતો નથી, સમિતીઓ અને દરેક વ્યવસ્થાઓમાં દરેક નાગરીકનું કાયમી સ્થાન નથી કે કોઇપણ નાગરીક કે કુટુંબને પુનરાવર્તનની તક મળતી નથી જેના કારણે કોઇ નાગરીક પ્રજાસતાક નાગરિકતાનો દૂર-ઉપ્યોગ કરી શકશે નહી.

સર્વોદય સેવા સંઘમાં ૫૦% મહિલાઓને ફરજીયાત કારોબારી સભ્ય બનાવવા અને ટ્ર્સ્ટીમંડળમાં સમાવવાનો નિયમ હોવાથી સમાજ વ્યવસ્થાઓ અને તંત્ર વ્યવસ્થાઓમાં જાતીભેદનું કાયમી નિવારણ કરી શકશે, અડધો અડધ સતાઓ અને જવાબદારીઓ ભારતીય મહિલાઓની હોવાથો સંઘમાં કોઇ વાદને અવકાશ રહેતો નથી,

“સર્વોદય સેવા સંઘની સ્થાપના કરવાનો વિચાર આધ્યાત્મિક ઉતરદાયીત્વ નિભાવવાનો છે અને સમાજમાં માણસ માણસ થઈને પ્રમાણીકતાથી સંતોષપુર્વક જીવી શકે તેવી વ્યવસ્થાઓ કરવાનો છે, આ ટ્રસ્ટ માત્ર અને માત્ર પવિત્ર જનસમાજ માટે રચીને સમાજ પ્રત્યેના મારા ૠણાનુબંધને અદા કરવાનો નાનક્ડો પ્રયત્ન કરવામાં આવ્યો છે, આ સંઘ આપ સૌ માટે છે આજે નહી તો કાલે મારે આ શરીર છોડી જવાનું જ છે તેથી મારા માટે કશુંય નિર્માણ કરવાની આવશ્યકતા નથી હું સર્વે પ્રજાજનોની આંખમાં આનંદની લહેરોના દર્શનથી વિશેષ કોઇ અભિલાષા સેવતો નથી.

ભગવાન કે ઇશ્વર ક્યારેય જન્મ લેતા નથી, પરમાત્માને કરવાના દરેક કર્યો આત્માએ શરીર ધારણ કરીને કરવાના છે, મેળવવા કરતાં આપવામાં અમુલ્ય જીવનની સર્થકતા રહેલી છે, તેમ સમજી શકો છો કે કોઇ મુર્તિ કે ફોટામાં રહેલા ભગવાન સુંઘતા નથી, ખાતા નથી, સાંભળતા નથી,  હું કોઇ ઇશ્વરની કૃપા થવાની રાહ જોતો નથી, મારે અને તમારે માનવધર્મ નિભાવીને પરમાત્માના કાર્યો કરવાના રહે છે, આપણે આપણી પરીચિત સમાજ વ્યવસ્થા માટે સેવા આપવાની છે, મારા માટે કશુંય કરવાની જરૂરત નથી કારણ કે બધુ અહિનું છે અને અહિ જ રહી જવાનુ છે, મારા મૃત્યુ સમયે કોઇ આંખમાં આંસુ ન આવે અને બધાની આંખમાં આનંદનો સાગર ઘુઘવાતો હોય તેવા અંતિમ દર્શનની અભિલાષાથી હું પવિત્ર સમાજ વ્યવસ્થાઓ માટે પુરૂષાર્થ કરીને આપના પ્રત્યેનું મારુ ૠણ ઉતારવાનો નાનક્ડો પ્રયત્ન કરીને કૃતાર્થ થઈશ, તેથી આપ સર્વે “સર્વોદય સેવા સંઘ”ને પરમાત્માનું કાર્ય માનીને આપની સેવાઓ આપશો તેવી પ્રાર્થના કરુ છુ.

આપનો કૃતજ્ઞ :- રાજ પ્રજાપતિ


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: