Posted by: rajprajapati | 23/04/2010

કરચોરી એટલે બ્રહ્મહત્યા.

સમાજ વ્યવસ્થા અને તંત્ર વ્યવસ્થા સાથે જનસમાજની સાર્વત્રીક સુખાકારીની સુવિધાઓ માટેની શક્તિ એટલે ’રાજકર’ (ટેક્ષ), આજે તંત્ર વ્યવસ્થામાં અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર વ્યાપી ગયો હોવાથી પ્રજા પણ કરવેરા ભરવાથી વિમુખ થઈ રહ્યા છે, કારણકે પ્રજાની તિજોરીનું ધન રાજનેતાઓ ભ્રષ્ટાચાર આચરી પોતાની અંગત તિજોરીમાં ઘસડી રહ્યા છે.

આ ’રાજકર’ એટલે શું? જે સમાજમાં આપણે જીવીએ તેમાં તમામ પ્રકારની પ્રાકૃતિક રચનાઓ આપણાં જન્મ પહેલાથી જ હોય છે, માતાનું સ્તનપાન કરીએ તે માતા પુર્વે જ પ્રગટ થયેલ હોય, અસંખ્ય વૃક્ષો, પ્રાણવાયુ, જળ વગેરે લમામ જીવનલક્ષી તમામ પ્રકારની વ્યવસ્થાઓને આપણે ભોગવતાં રહીએ છીએ, આપણે આપણી કોઇ ચીજ વસ્તુ કોઇ અજાણ્યાને મફતમાં, નિસ્વાર્થ આપી શકતા નથી જ્યારે જે આપણે પુરૂષાર્થ કરી પ્રાપ્ત કર્યું નથી તે મફત ભોગવી રહ્યા છીએ, આજે આપણે જે ફળ ખાઈએ તેના વૃક્ષો કોઇ અજાણ્યાએ ઉછેર્યા હોય છે તે બધાનું કરજ એટલે ’રાજકર’ પ્રાકૃતિક રચનાઓના ભોગવટાનું ’બિલ” એટલે રાજકર. અને તેની ચોરી એટલે પ્રકૃતિની પરોક્ષ હત્યા, શાસ્ત્રોમાં બ્રહ્મહત્યાનું જે પાપ લાગે તે પાપ ’કરચોરી’નું થાય છે. આપણે જે પણ પ્રાપ્ત કરીએ તે બધુંજ સમાજ અને પ્રકૃતિનું હોય છે. તેથી સમાજનું કરજ આપણી ઉપર સદાય રહે છે. કોઇપણ પ્રકારથો ’પંચ”નું કરજ ચુકતે કરવું જોઇએ, પંચ પરમેશ્વર ગણાય અને આત્માઓનો ગુણોતર પરમાત્મા ગણાય, તેથી રાજકરની ચોરી કરવી આજે બુધ્ધિ પ્રતિભા કે હોશિયારી ગણાતી હોય પણ હક્કિકતમાં તે એક પ્રકારની બ્રહ્મહત્યાના દોષ બરાબર ગણાય છે.

જે લોકો ભષ્ટાચાર કરી ’રાજકર’ને અંગત સુખ માટે ભોગવે છે તેના ચહેરા અને શરીરને નિરખી જોશો અને તેની સાપેક્ષે પવિત્ર વ્યક્તિને નિરખશો એટલે આપને પણ ઘણું સમજાશે. પવિત્ર વ્યક્તિના પાસે રહેવાથી મનમાં સારા વિચાર આવે અને અપવિત્ર વ્યક્તિની સમીપે રહેવાથી હલકા વિચાર આવે છે, અને જેવી મનૌવૃતિ એવી પ્રવૃતિ હોય છે.

લાકડામાં ’ઉધઈ’ થાય તેવું જીવન પણ લોકો જીવે છે સમાજને અર્દશ્ય રીતે દેખાયા વિના ખાઈ રહ્યા હોય તેને કદાચ ઉધઈનો જન્મ પ્રાપ્ત થતો હશે, તો વિચારો? આ મનુષ્ય દેહ છુટી ગયા પછી જગત મિથ્યા બની જશે આપણે તો જરૂરથી વિચારીને ’રાજકર’ની ચોરીના દોષથી બચવું જોઇએ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: