Posted by: rajprajapati | 23/04/2010

સરકારી માલના ગેરલાભ લેવાથી કેવા પાપકર્મ થાય?

સરકારી નોકરીઓમાં જલ્સા કરતા કે નોકરી મેળવવા આકાશ પાતાળ એક કરતા માણસે કદીય વિચાર કર્યો છે કે સરકારી નોકરીયાતને જે પગાર મળે છે તેમાં કેટલો હક્કનો અને કેટલો ૠણનો પૈસો નોકરીયાતના ઘરમાં આવી જાય છે. સરકારની તિજોરીમાં અનેક પ્રકારનો પૈસો આવે છે અને તેમાંથી સરકાર ચલાવવાના ખર્ચાઓ થાય છે. સરકારી નોકરીયાતોને પગાર અને પેન્શન ચુકવાય છે આ પૈસામાં અનેકાનેક અજાણ્યા માણસનો સારી નરસી વૃતિઓનો પૈસો પણ આવે છે આ પૈસામાં હાયનો, ભીખનો, લોહીનો અને વેઠનો પણ પૈસો આવે છે અને આવા અનેક પ્રકારના પૈસાની તિજોરીમાંથી સરકારી નોકરીયાતોના પગાર-ભથ્થા, પેન્શન ચુકવાય છે અનેક સુવિધાઓ માટે ખર્ચ કરવામાં આવે છે  વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે છે.

હિન્દુ સમાજના ઘરે ઘરે કોઇને કોઇ દેવી દેવતાની પુજા અર્ચના થતી હશે, રંગીન ફોટામાં શ્રધ્ધાનો અભિષેક કરવામાં આવતો હશે, નિર્જીવ મુર્તિની સામે સરકારી નોકરીયાતો પણ પ્રાર્થનાઓ સ્તુતિઓ કરતા હશે પણ કોઇએ ક્યારેય વિચાર કર્યો નથી કે ફોટા અને મુર્તિના સાંભળતા નથી કે દેખતા નથી જે જે કર્મ થઈ રહ્યા છે તે સુક્ષ્મ રીતે પ્રકૃતિમાં અંકિત થતા જાય છે અને તેમાંથી આગળનું પ્રારબ્ધ બનતુ જાય છે.

આજે જીવી રહ્યા છે તે સંજોગો અને યોગો આગળના કર્મોથી નિર્માણ પામેલું પ્રારબ્ધ છે પુર્વેના સારા કર્મોથી સારુ પ્રારબ્ધ બન્યુ હોય તો સારા સમયમાં ખોટાકર્મો કરીને ભવિષ્યનું પ્રારબ્ધ શા માટે પીડાદાયક અને દુ:ખદાયક બનાવવું જોઇએ?

સરકારી નોકરીયાતોને મળતો પ્રજાની કરવેરાની તિજોરીનો પૈસો કેવો હોય છે. આ પગારના ધનની સુક્ષ્મતા શું છે ? પગાર, ભથ્થા કે પેન્શનરૂપે ઘરમાં આવતો પગાર કે સરકારી પૈસો કેવો છે અને તે પૈસા લેવાના બદલામાં તેનું કર્તવ્ય પરીપુર્ણ કરીએ છીએ કે નહીં

તમે જોઇ શકતા હશો કે અનેક લોકો સખત મહેનત કરીને મજુરી કરી રહ્યા છે અત્યંત કપરી સ્થિતીમાં ટાઢ  તડકો સહન કરીને,  લોહી પાણી એક કરીને આખો દિવસ જાત ઘસે તેને ૧૦૦ થી ૧૫૦ રૂપીયાનું વળતર એટલે કે મજુરી મળે છે, આપણે ત્યાં કડીયાકામ હોય, ઇલેકટ્રીક કામ હોય કે વાહન રીપેરીંગ કરવાનું હોય, સીલાઇ કરાવવાની હોય ત્યારે આપણે એક વાત કરતા હોઇએ છે કે આ બધા બધુ મોંઘા થઈ ગયા છે કોઇ ૨૦૦ રૂપિયા એક દિવસની મજુરી માંગે તો આપણને લુંટી લેવાનો હોય તેવું લાગે છે આકાશી રોજીનો ગરીબમાણસ આપણા માટે પરસેવો પાડી રહ્યો હોય તેને કેમ કરીને ઓછુ આપુ તેની ફિરાકમાં રહેતા હોઇએ છીએ, તેની સમે કાયમી સરકારી નોકરીયાતોમાં નાનામાં નાની નોકરી હશે તો પણ ઓછામાં ઓછો મહિને ૧૨૦૦૦ હજાર રૂપિયાતો હશે, વધુમાં વધુ રૂ. ,૦૦,૦૦૦ પણ હોય છે.

સરકારી નોકરીયાતને રોજે રોજે કામ શોધવા જવું પડતું નથી તેને જે જગ્યાએ મુકવામાં આવે ત્યાં કોઇપણ જાતનો પરસેવો ના થાય તેવું કામ આપવામાં આવે છે આપણે ત્યાં સરકારી નોકરી ગમે તેવી હોય છે જેને જેટલો પગાર મળતો હોત તેના ૩૩% જેટલી રકમ તેના તેના પગારમાં વધુ ગણવાની હોય છે કારણકે પેન્શન પણ આપવામાં આવે છે, એટલે એક સરકારી નોકરીયાતને ઓછામાં ઓછો એક દિવસમાં ૭૦૦ રૂપિયા તો મળતા હોય છે.

હવે મહત્વની વાત એ છે કે સરકારી નોકરીઓમાં બળજબરી કરીને કોઇને નોકરી ઉપર લેવામાં આવતા નથી દરેક માણસ સ્વૈચ્છિક રીતે નોકરી સ્વિકારે છે બળ કરીને બધા સરકારી નોકરીમાં આવે છે. દરેક નોકરીયાતને ફરજના વળતર તરીકે મળતી રકમમાંથી ૬૫ ટકા પ્રજાના ૠણ તરીકે મળે છે જ્યારે ૩૫ ટકા રકમ સેવા વળતરના અધિકાર તરીકે મળે છે સરકારી એટલે કે પબ્લીક કચેરીમાં વપરાતો વિજળી ખર્ચ, વાહન ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, ટેલીફોન ખર્ચ, મોબાઈલ ખર્ચ, ઇન્ટરનેટ ખર્ચ વગેરે અનેક પ્રકારના ખર્ચઓમાં પ્રજાની સેવાને બદલે અંગત કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે કે બગાડ કરવામાં આવે તો તે ખર્ચ પણ પ્રજા પ્રત્યેનો વિશ્વાસઘાત છે.

સરકારી ફરજ ઉપર રહીને પક્ષપાત કરી, કોઇ સ્વાર્થથી ગેરરીતી કરીને ફરજનો દૂર ઉપયોગ કરવામાં આવે તે વિશ્વાસઘાત અત્યંત મોટુ પાપ કર્મ ગણવામાં આવે છે કારણકે જે અજાણ્યાને અન્યાય થઈ રહ્યો છે તેના કરવેરાનો કોઇને કોઇ ભાગ તમારા પગારમાં સંકળાયેલો હોય છે.

સરકારી મીટીંગોમાં, કચેરીઓમાં, સંમેલનોમાં, શિબિરોમાં ચા-નાસ્તા, ભોજન કરનારા પ્રતિનિધિઓની જેમ સરકારી કર્મચારીઓ પણ પાપના દોષી બને છે રાજકારણીઓ પ્રજાનો દ્રોહ કરીને અનેક પ્રકારે ભ્રષ્ટાચાર કરીને પ્રજાના કરવેરાનો પૈસો પોતાના ઘરમાં લાવે છે તેમ ફરજમાં પક્ષપાત કરીને કોઇને લાભ આપીને ફરજનો દૂર ઉપયોગ કરીને જે પૈસાને સરકારી નોકરીયાત ઘરમાં લાવે તે પાપનો પૈસો હોય છે.

પ્રજાના પૈસાથી સરકાર ચાલે છે પ્રજાની સેવા, સુરક્ષા અને સુવિધાનું સમાજ વ્યવસ્થાપન એટલે પ્રજાસતાક સરકાર, પણ સરકાર એટલે કોણ? એ હજી ભારતની ૯૯.૯૯ ટકા પ્રજા સમજી શકી નથી સરકારી નોકરીયાતોને પગાર, પેન્શન, ભથ્થા, એરીયર્સ, એલ.ટી.સી., ટી.એ.ડી.એ, રજા પગાર વગેરે માટે જેટલો પૈસો આપવામાં આવે તે પૈસો પ્રજાનો હોય છે તેથી નોકરીયાતોએ માત્ર સામાન્ય પ્રજાજનને નૈતિકતાથી વફાદાર રહેવાનું છે.

આજે સરકારી નોકરીયાતો જે રીતે કામ કરી રહ્યા છે તે જોતા તેને અધિકારનો કે સાચી ફરજનો કહેવાય તેવો ૧૮ થી ૨૦ ટકા સાચો પગાર મળતો હશે બાકીનો પગાર અને અન્ય પૈસા તો વગર મહેનતના લઈ જવામાં આવે છે તેથી પ્રજાનું ૠણ ચડે છે તેમાં ભિખારીનું ૠણ, વૈશ્યાનું ૠણ, મજુરનું ૠણ, અને વિશ્વાસઘાતનું ૠણ ચડે છે અને તેનાથી ભવિષ્યમાં દુ:ખદાયક પ્રારબ્ધ રચાતું જાય છે.

મુર્તિઓમાં, ફોટાઓમાં જોવામાં આવતા કે કથાઓ, વાર્તાઓમાં સાંભળવવા મળતા ભગવાન સાંભળતા નથી, બોલતા નથી, જોઈ શકતા નથી, સુંઘી શકતા નથી, જીવ માત્ર જે કર્મો કરે તે તેણે જાતે ભોગવવા પડે છે જેવા કર્મો કરો તેવું આગળ આગળ પ્રારબ્ધ બનતું જાય છે અકાળ મૃત્યુ થાય તો પણ ફરી બીજા જન્મે પણ ભુતકાળના કર્મોથી રચાયેલું પ્રારબ્ધ ભોગવવું પડે છે.

તમે જાણતા હશો કે કોઇ બાળસ જન્મથી અપંગ હોય છે, કોઇ ઝુંપડામાં તો કોઇ બંગલામાં જન્મે છે કોઇ ઝાડના ફળો સડેલા હોય છે તો કોઇ ઝાડના ફળ મીઠા હોય છે કોઇ ગાય રોગોથી પીડાતી જોવા મળે છે તો ગાયને સુખ શાંતીભરી ગૌશાળામાં સ્થાન મળે છે, કોઇ જંતુ આગમાં પડીને મરે છે તો કોઇ દવાથી મરે છે, કોઇને ક્ષણિક જીંદગીવાળા જન્મો હોય છે તો કોઇ કુતરાઓ એ.સી. ગાડીમાં ફરતા હોય છે તો કોઇ સડી સડીને રસ્તા ઉપર ચગદાઇને મરે છે આમ તમે જગતની લીલા અને ભાગ્યના પ્રારબ્ધને જોઇ જાણી શકો છો તેથી સરકારી નોકરીયાતને એમ હોય કે મને ભાગ્યથી નોકરી મળી તેથી જેમ ફાવે તેમ કરી શકું છું તો તે મોટી મુર્ખતા બની રહેશે કારણ કે પ્રારબ્ધથી નોકરી મળી છે પણ ફરજમાં વિશ્વાસઘાત કરવાનું તે પ્રારબ્ધમાં હોતું નથી,

સરકારી નોકરી એટલે પ્રજાસતાક દેશની બીન સરકારી પ્રજાના સેવક તરીકેની નોકરી, પવિત્રતાથી, નૈતિકતાથી, તટસ્થાથી ફરજ બજાવવાને બદલે ૨૦ ટકા નોકરી કરીને સરકારી મશીનરીનો દુર ઉપયોગ કરીને પાંચ ગણો વધુ વળતર લઈ જનારા નોકરીયાતોને તે પાપકર્મોથી રચાતા પ્રારબ્ધનો વિચાર કરવો જોઇએ, પ્રજાસતાક સરકારના નોકરીયાતો ઘરમાં ભગવાના ફોટા રાખે કે પુજા કરે તેનો કોઇ અર્થ નથી, મંદિરોમાં કે મસ્જીદોમાં જવાનો કોઇ અર્થ રહેતો નથી, તે જેનું ખાય છે તેનો દ્રોહ કરી રહ્યા છે તેથી તેની પ્રાર્થના સ્તુતિનો કોઇ અર્થ નથી કારણ કે નોકરીયાતો પોતાની ફરજ સાચી રીતે પવિત્રતાથી નિભાવ્યા વિના પગાર લઈને જે સંસાર ચલાવે તે પાપનો સંસાર ગણાય.

સરકારી તિજોરીમાં આવતો પૈસો પવિત્ર અને અપવિત્ર હોય છે  ભિખારીની ભિખનો, વૈશ્યાના લોહીનો  દર્દીના રૂદનનો  અનાથની બદદુવાઓનો, મજુરના પરસેવાનો અને વિધવાના નિ:સાસાનો પૈસો પણ તિજોરીમાં આવે છે, ગાયના ચારાનો, કુતરાના રોટલાનો, સાધુની પતરાળનો, વાઝિયાના આંસુઓનો પૈસો સરકારી તિજોરીમાં આવે છે આમ અનેક પ્રકારનો પૈસો  અનેક રસ્તે કરવેરા તરીકે વસુલાય ને સરકારી તિજોરીમાં જમાં થાય છે તેમાંથી સરકારી નોકરીયાતોને પગાર ચુકવાય છે.

સરકારી નોકરીયાતોને એક મહિનામાં ૨૨ દિવમ કામ કરવાનું થય છે તેમાં રોજના વધુમાં વધુ પાંચ કલાક કામ કરવાનું થય છે‍એક મહિનામાં સામાન્ય રીતે ૧૧૦ થી ૧૪૦ કલાક કામ કરવાનું થય છે અથવા તો કરે છે, તેમાં બેદરકારી, પક્ષપાત, કામચોરી, ચાલુ ફરજે ગેરહાજરી જેવા નાના નાના પાપો અને અનૈતિકત્તાઓ બાદ કરીએ તો એક સરકારી નોકરીયાત એક મહિનામાં સરેરાશ ૬૦ કલાક જેટલું સાચુ કામ કરે છે અને તેને મહિને ૧૨૦૦૦ થી વધૂ પગાર એટલે કે એક કલાકના ઓછામાં ઓછા ૨૦૦ રૂપિયા મળે છે અને તે સરકારી કચેરીમાં પંખા નીચે બેઠા બેઠા પણ મળે છે.

આમ બરાબર વિચારીએ તો સરકારી નોકરીયાતો સરકારી વાહનો, કોમ્પ્યુટરો, સ્ટેશનરીઓ, ટેલીફોન, વિજળી વગેરેનો બગાડ અને દુર ઉપયોગ પણ કરે છે તેનો જે ખર્ચ સરકારી તિજોરીમાંથી ખર્ચાય છે તે પાપમાં પણ સરકારી નોકરીયાતોને થોડો ભાગ મળે છે, એક તરફ બાળકો ભિખ માંગીને દરદર ભટકી રહ્યા છે, બહેન દિકરીઓ ભરણપોષણ કરવા શરીરના સોદા કરી રહી છે હજારો મજુરો લોહીનું પાણી કરીને તન તોડી રહ્યા છે ત્યારે સરકારી કચેરીમાં સાચી ફરજ નિભાવ્યા વિના પગાર લેનારા સરકારી નોકરીયાતો વિશે કે તેના પાપો વિશે, અનૈતિકતાઓ વિશે કેટલું લખી શકાય?

પાપકર્મ અને પુણ્ય કર્મ એટલે શું? કર્તવ્ય અને નૈતિકતા બહારના કર્મો કરવામાં આવે  તેટલા પાપકર્મો અને નૈતિકતા તથા પવિત્રતાથી કર્તવ્યનું કર્મ કરવામાં આવે તે ધર્મ કહેવાય, કર્તવ્ય બજાવવાથી પુણ્ય નથી મળતુ પણ કર્તવ્ય ના હોય પણ નિસ્વાર્થ રીતે બીજા કોઇ જીવાત્માની સેવા કરવામાં આવી હોય તે કર્મોનું પુણ્ય અચુક નિર્માણ થાય છે.

તમે સરકારી સર્મચારી હોવ તો સરકારી પૈસાની સાધન સામગ્રીનો બગાડ કરશો નહીં, લાઈટ પાણીનો બગાડ કરશો નહીં, ઇન્ટરનેટ, ટેલીફોન, વાહનો, સ્ટેશનરીઓનો અંગત ઉપયોગ કરશો નહીં અને બગાડ પણ કરશો નહી, સરકારી કર્મચારીઓને કે બીજા દરેક કર્મચારીને પણ તેની લાયકાત પ્રમાણે અને તેના પ્રારબ્ધ પ્રમાણે કામ મળ્યું હોય છે રાજ્યસેવક તરીકે જે ફરજ મળી છે તે સાર્વજનીક હોય પણ તે દરેક ફરજ નૈતિકતાથી બજાવવી જોઇએ.

સરકારી નોકરીયાતોએ એક મહિનામાં કેટલા કલાક ખરેખર કામ કર્યું, સરકારી લાઈટ કેટલા કલાક વાપરી, સરકારી વાહનો કેટલા કલાક વાપર્યા અને સ્ટેશનરી, ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કેટલો કર્યો તેનું એક મહિનાનું કેલેન્ડર બનાવી દરેકનો અંદાજીત ખર્ચ ગણાવો અને પગાર, ભથ્થા અને પગારના હિસાબે ૩૩% પગારની ભાવિ પેન્શન તરીકે ગણીને કુલ જેટલા રૂપિયા થાય તેને કામના સાચા કલાકોથી ભાગાકાર કરી જે રકમ આવે તે પ્રમાણે તેમાંથી ૬૫% રકમ પ્રજાનું ૠણ અને ૩૫% રકમ પોતાનો અધિકાર ગણવો, જેટલું ૠણ થાય તેનું કર્તવ્ય પુરૂ કરીએ નહીં તો તેના કપરું ભવિષ્ય નિર્માણ થાય છે. પાપનો કે અધિકાર વિનાનો અણહક્કનું કોઇનું ધન કોઇપણ માણસ ને કોઇ પણ જીવને ભોગવી શકાતું નથી અને ભોગવે તો તેનાથી વ્યભિચાર નિર્માણ થાય છે વ્યભિચાર એટલે વ્યયજનક આચરણ થાય છે.

સરકારી તિજોરીનો પૈસો ઘણો ખતરનાક ગણાય છે જે ધનથી આયુષ્ય અને સ્વાસ્થ્ય વધારી શકાય તેવા કર્મો કરી શકાય તે ધન સારૂં પણ ગાડી, બંગલા કે મિથ્યા સમૃધ્ધિ માટે જે ધનનો વપરાશ થઈ જાય તે પૈસો શંકાસ્પદ રહે છે, સરકારી ફરજ પ્રમાણે કામ કરવાને બદલે રીશ્‍વત લેવામાં આવે તે રીશ્‍વત એટલે ગંદુ ધન હોય છે આ ધનને ભોગવવાથી કુટુંબમાં વ્યભિચાર ઉત્પન થાય છે. ભોજનનો વ્યભિચાર, વસ્ત્રોનો વ્યભિચાર, શબ્દોનો વ્યભિચાર, શરીરનો વ્યભિચાર, મનૌ વ્યભિચાર જેવા અનેક વ્યભિચારો થાય છે જેના ઘરમાં સરકારી તિજોરીનું મફતનું ધન આવે તેના ઘરમાં એક પછી એક વ્યભિચારો અચુક આવે છે.

કોઇ એમ સમજતું હોય કે હું ગમે તે કરૂં પણ મને કાંઇ થતું નથી પણ તે આગળના પ્રારબ્ધથી આજે મળેલી સારી સ્થિતી છે એટલે ખબર પડતી નથી પણ કર્મો ક્રમશ: જે પ્રારબ્ધનો યોગ બનતો આવતો હોય પ્રમાણે પછી બહુ મોડે મોડે ખબર પડે છે અને ત્યારે સમય અને સત્ય બને હાથમાંથી સરી ગયા હોય છે,

સરકારી તિજોરીમાં આવતું ઘન પંચનો પૈસો કહેવાય છે અને પંચનો પૈસો અણહક્કથી લેવાય નહી. આટલું વાચ્યા પછી તમે જો સરકારી નોકરીયાત હોવ તો એક મહિનાનું કેલેન્ડર બનાવો અને તેની સામે તમે કેટલું કામ કર્યું છે તે ચકાસો અને તે પ્રમાણે એક એક કલાકના કેટલા પૈસા તમને મળ્યા છે તે જાણો, શું તમે તે વળતર મેળવવાને લાયક છો કે નહી તે તમારા મનમાં વિચારો.

જે કોઇપણ માણસ વગર અધિકારે, અનૈતિકતાથી સરકારી ચીજો, સાધનો, પૈસાનો ઉપભોગ કરે તે પંચનો પૈસો કોઇને પણ પચતો નથી તેથી સતા અને હોદો મોટો હોય પણ વિચાર કરીને પંચનો માલ લેવો જોઇએ.

ખરેખર તો સરકારી નોકરીયાતો ને ભગવાનના ફોટા અને મુર્તિઓ ઘરમાં કે ઓફીસોમાં રાખવાના હોતા નથી કારણ કે તેને તે ભગવાન કે ઇશ્વરમાં વિશ્વાસ નથી, તે ભગવાન તદન ખોટા છે તેથી એક તરફ તેની પુજા કરવામાં આવે અને બીજા તરફ તે માણસ પંચનું અણહક્કથી લઈ આવે છે રિશ્‍વત લઈને આવે છે. આવા નોકરીયાતો પાપી તો છે પણ તે સૌથી વધુ તેના કુટુંબને નુકસાન કરે છે રીશ્‍વતખોર માણસના કુટુંબમાં અનેક પ્રકારના વ્યભિચાર પ્રવૃત થયા હોય છે,  રીશ્‍વત લે તેની કોઇને ખબર નથી પડતી તેમ તેના કુટુંબના સભ્યો શું  કરતા હોય તેની રીશ્‍વતખોરને ખબર પડતી નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: