Posted by: rajprajapati | 22/04/2010

સરકારની તિજોરીનો પૈસો કેવો છે?

સરકારની તિજોરીમાં આવતો પંચનો પૈસો કેવો છે?

હાયનો વેઠનો, ભીખનો અને લોહીનો પૈસો છે

સરકાર એટલે પ્રજાના પૈસે, પ્રજાના મતાધિકારોનું પ્રતિનિધિત્વ કરીને પ્રજા દ્વારા પ્રજા માટે ચાલાવાતી રાજ વ્યવસ્થાઓ, આ રાજ્ય વ્યવસ્થાઓ ચલાવવા માટે લોકપ્રતિનિધિઓ તત્કાલીન વાતાવરણ અને સંચાલન તથા જાહેર વ્યવસ્થાઓ કરવા માટે પ્રજામાંથી આયોજન પુર્વક કરવેરા મેળવે છે અને આ કરવેરાઓથી સરકારો ચાલે છે અને સતાધારીઓ સાર્વજનીક અને વહિવટી તંત્રની વ્યવસ્થાઓ ચલાવે છે આ હતી લોકશાહીની વ્યાખ્યા.


ખરેખર અત્યારે ક્યાંય લોકશાહી છે જ નહીં જે છે તે લોક્શાહીના નામે ચલાવાતો એક રાજાશાહીનો પ્રકાર છે રાજાશાહીમાં એકલો રાજા અને દિવાન મનફાવે તેવા કરવેરાઓને કાયદાઓ ચલાવી શકતા હતા. આજની સરકારોમાં એક કરતાં વધુ લોકોનો રાજકીય પક્ષનો સમુહ રાજાશાહી ચલાવે છે. આ રાજાશાહી ચલાવવા માટે પ્રજાની તીજોરીનો દૂર ઉપયોગ કરવામાં આવે છે વધુને વધુ નુસ્ખાઓ અજમાવીને રાજકારણીઓ આર્થીક ભ્રષ્ટાચાર કરીને રાજાશાહી ચલાવી રહ્યા છે.


આજે જે સરકારો ચાલે છે તે પક્ષની સરકારો ચાલે છે પ્રજાના પ્રતિનિધિઓની સરકારો ચાલતી નથી પરંતુ કોઇ ન કોઇ રાજકીય પક્ષના પ્રતિનિધિઓની સરકારો ચાલી રહી છે. આ સરકારોના હાથમાં કેવા પ્રકાર્નો પૈસો આવે છે અને તેનો તે કેવો દૂર ઉપયોગ કરી રહ્યા છે તે લોક્શાહીના દરેક નાગરીકે જાણવું જરૂરી છે.


કોઇ બાળકને ભિક્ષામાં પાંચ રૂપિયા આપો અને બાળક બિસ્કીટનું પેકેટ લ‍ઇને ખાય તો તે બિસ્કીટના વેચાણ ઉપર કરવેરો વસુલાયો તે ભીખમાંથી લિધેલો કર હોય છે. કોઇ બદનસીબ સ્ત્રી વેશ્યાવૄતિ કરીને બાળકોનું ઘરનું ભરણપોષણ કરતી હોય તે સ્ત્રી શરીર વેચીને જે કમાઈ લાવી ખર્ચ કરે તે ખર્ચમાંથી કરવેરાઓ વસુલાય છે. આવા કરવેરા તે લોહીનો પૈસો છે,


ખેતરોમાં, ફેકટરીઓમાં, રસ્તાઓમાં, ગટરોમાં, ખાણોમાં એમ અનેક રીતે પોતાના લોહી પાણી એક કરીને મજુરી કરતા કરોડો લોકોની દરેક ખરીદી અને દરેક વપરાશ ઉપર પણ કરવેરાઓ વસુલાય છે આ પ્રકારનો પૈસો તે વેઠનો પૈસો ગણાય છે,


જ્યારે જેને તેનો લાભ મેળવવાનો અધિકાર છે છતાં તેને અજાણ્યા રાખીને તેને જાણ કર્યા વિના જે પારકા અધિકારોના લાભો મેળવવીને કરવેરાઓ ભરાયા તેમજ કોઇ પણ ચીજ વસ્તુની ૧| ગણીથી વધારે એટ્લે કે ૧૦૦% એ ૧૫% થી વધુ કાળાબજારની કિંમતો લેવામાં આવે તે કિંમતો ઉપરથી જેટ્લો કરવેરો મળે તે બધો પૈસો તે ’હાય’નો પૈસો ગણાય છે.


ખરેખર સુક્ષ્મ્તાથી અધ્યયન કરવામાં આવે તો ખબર પડે કે સરકારી તીજોરીમાં આવતો ૭૦ ટકા પૈસો આડકતરા કરવેરાઓથી આવે છે અને આ કરવેરાઓમાં સૌથી વધુ પૈસો, ભીખનો, લોહીનો, વેઠનો અને હાયનો હોય છે, સરકારી કામોમાં, સરકારી યોજનાઓમાંથી કરોડોપતિ બનેલાઓને એમ હશે કે અમે બુધ્ધિશાળી અને પાવરધા છીએ તેથી સમાજને મુર્ખ બનાવીને અનેક સમૄધ્ધિ મેળવી શક્યા છીએ હક્કિતમાં તો આવા લોકો મહામુર્ખ હોય છે કે જે સરકારી તીજોરીમાંથો અણહક્કનો પૈસો મેળવે છે આવા લોકો અનેક ગણા પાપી અને દૂરાચારી હોય છે સફેદ કપડા પહેરીને સુફીયાણી વાતો કરવાથી કરેલા પાપો સમાજથી છુપાવી શકાય છે પોતાના આત્માથી કે મનોદશામાંથી છુપાવી શકતા નથી

શું તમે હાયનો, ભીખનો, લોહીનો અને વેઠનો પૈસો મેળવીને પોતાને સુખી માનો છે?

Advertisements

Responses

  1. hats off to you sir !!!

  2. good !!!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: