Posted by: rajprajapati | 21/04/2010

રાજકારણ = ભ્રષ્ટાચાર

ઘોડો ઘાસ ના ખાય તો મરી જાય, ભ્રષ્ટાચાર રાજનીતિની ધોરીનસ કહેવાય,

કોઇ રાજકીય પક્ષનું રાજકારણ ભ્રષ્ટાચાર વિના અસ્તિસ્વ ટકાવી શકે નહિં, રાજકારણ સેવા માટે નથી હોતું, રાજકારણ પણ એક ધંધો છે, સેવા કરનારા જવલ્લે, અપવાદરૂપ, એકલદોકલ માણસ રાજકારણમાં હોય છે. ઘરના પૈસે લોક સેવા કરનારા લોકો આ દેશમાં હોય તો આપણે આખી દુનીયાને દબડાવતા હોઇએ,

ઘરબાર રામભરોસે મુકીને કોઇ સેવા નીકળી શકે તેવું વિચારવું પણ નરી મુર્ખતા છે, ગાંડાનેય ખબર પડે કે રાજકારણીઓની બધી સાહ્યબી ભ્રષ્ટાચારના નાણાંથી હોય છે, જો રાજકારણી અન્ય રીતે કમાવામાં સમય ફાળવે તો રાજકારણમાં ટકી શકે નહિં,

રાજકીય પક્ષો અને રાજકારણીઓ કરોડો રૂપિયા ચુંટણીમાં વાપરે તે ક્યાંથી લાવે છે? સામન્ય નાગરીકો કરોડોનું પાર્ટીફંડ આપતા નથી, તો કરોડો રૂપિયા કોણ આપે છે?

લોકસભાની ચુંટ્ણીમાં આખો દેશ મુર્ખ બનવાના તાયફા કરે છે, સવા અબજની વસ્તી ધરાવતા, ભ્રષ્ટાચારના કારણે અંદરથી ખોખલા થઈ ગયેલા દેશની પ્રજા રાજકારણીઓના ભુતકાળના બધા અન્યાયો અને ગેરરીતીઓ, કૌભાંડોને ભુલીને ચોરના ભાઈ ઘંટી ચોરોને મત આપી વધુ વિકાસવાળા અને વધુ ઉત્સવો કરી મુર્ખ બનાવે તેવા લોકોને સતા આપી છે.

ભારત સ્વતંત્ર અને પ્રજાસતાક રાષ્ટ્ર હોવાનો પ્રજાને વંશપરંપરાગત ભ્રમ થયો છે માનસીકતામાં રહેલી ગુલામીની આનુવંશીકતાઓ મરશે નહિં ત્યાં સુધી ભારત પ્રજાસતાક રાષ્ટ્ર હોવાનું કહેવું પણ પ્રજાસતાક્ની વ્યાખ્યાનું ઘોર અપમાન થશે.

ચુંટણીમાં કરોડોનો ધુમાડો થાય છે, ભ્રષ્ટાચારીઓ ગલીએ ગલીએ, ઝુંપડે – ઝુંપડે ફરી પોતે જ આવતી કાલના મસીહા અને દેશ સેવક હોવાનું કહી કહી શિક્ષિત ગમાર પ્રજાને રીઝવશે, પ્રજા મુર્ખ છે, તરત પોતે ભોગવેલા ભીખારીવેડા ભુલીને જ્ઞાતિવાદ અને કોમવાદના નામે મત આપી ગમાર હોવાનું પ્રમાણપત્ર લઈ આવશે.

ભારતમાં કોઇ સેવા નિ:શુલ્ક મળતી નથી જેટલી સેવા નિ:શુલ્ક મળે તે રોજીંદા ઉપયોગમાં હોતી નથી, શિક્ષણ મફત મળવું જોઇએ પણ સારું શિક્ષણ મેળવવું હોય તો ધંધાદારી સંસ્થાઓમાં પૈસા ખર્ચવા પડે છે, ૧૮ વર્ષથી નાના નાગરીક અને ૬૫ વર્ષથી મોટા વડીલોને સરકારી ખર્ચથી ચાલતી પરીવહન સેવાઓમાં મફત મુસાફરી કરવાનો અધિકાર હોવો જોઇએ, તેને બદલે અબજો રૂપિયાનો કરવેરો પ્રજાએ ફક્ત રાજકારણીઓ અને રાજકીય પક્ષોને ભ્રષ્ટાચાર કરવા માટે ભરવાનો હોય છે,

જેમ સમયસર કેન્સરનો નિકાલ કરવામાં આવે નહિ તો પરૂ અને લોહીનો બગાડ આખા શરીરમાં વકરે છે તેમ ભારતના મુખ્ય રાજકીય પક્ષોમાં વંશવેલાથી બનેલા અગ્રણી ભ્રષ્ટાચારીઓ વકરી ગયા છે શહિદ ભગતસિંહે અન્યાય સામે જે માર્ગ લીધો હતો તેવો વિકાસ પામેલો નિકાલનો માર્ગ લેવો પડશે.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: