Posted by: rajprajapati | 20/04/2010

“ગાંધી” આદર્શોને કચડતું – ગાંધીનગર

ગાંધીનગરમાં રહેનારાઓ જાણે છે કે રાજકારણીઓ જલ્સા કરે છે. ગાંધીનગરમાં રાજવી ઠાઠ માણતા નેતાઓની સંપતિ ભ્રષ્ટાચારથી ઉભી થઈ છે. આ બધુ સત્ય જાણતા હોવા છતાં જેટલી વાર ચુંટણી આવે તેટ્લી વાર એક પછી એક કોઇને કોઇ રાજકીય પક્ષના ઉમેદવારને મત આપીને પ્રજાએ તેના ભ્રષ્ટાચારમાં પોતાની જાહેર સંમતિ દર્શાવી છે.

ગાંધીનગરનું નામ ગાંધીનગર ચાલુ રાખવાથી મહાત્મા ગાંધીનું જાહેર અપમાન ગણી શકાય છે. ગાંધીનગરમાં ગુજરાતના દરેક તાલુકાના દરેક જ્ઞાતિના લોકો વસે છે. તેથી એમ કહેવાય કે પાટનગરમાં ગુજરાત ધબકે છે. અહિં આખા રાજ્યની લાગણીઓ ધબકતી જણાય છે. અહિંના લોકો સત્ય સ્વિકારે નહીં, જગજાહેર વાસ્તવિક્તાને સ્વીકાર્યા વિના વધુને વધુ ભ્રષ્ટાચારમા અનુમતિ આપતા રહે તે મહાત્મા ગાંધીનું અપમાન કરવા જેવું છે.

સત્ય, પ્રમાણિકતા, નૈતિકતાના સિધ્ધાંતો સાથે ગાંધીજીનું નામ જોડાયેલું છે. આ પાટનગરમાં સત્ય સ્વીકારાતું નથી, નૈતિકતા રહી નથી, પ્રમાણિકતાનું નામોનિશાન નથી તો પછી “ગાંધી-નગર” ને “ગાંધી” સાથે જોડીને તેની વિશ્વવ્યાપી છબીને કલંકીત કરવાનો કોને અધિકાર છે?

રવિશંકર મહારાજનો ત્યાગ અને સાદગીની વાર-તહેવાર વાર્તા કરનારો રાજકારણી બધી ભાતની જાહોજલાલી ભોગવતો હોય છે.

ગુજરાતના દરેક માણસનો પૈસો ગાંધીનગરની તીજોરીમાં આવે છે. સેંકડો માણસોના પરસેવાના પૈસાનો ગાંધીનગરના રાજકારણીઓ વહીવટ કરીને કરોડો-અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહયા છે. ગાંધીનગરનો જ નહીં ગુજરાતનો દરેક મતદાર જાણે છે, સમજે છે, અને ફરી-ફરી રાજકીય ભ્રષ્ટાચારને મત આપે છે.

પ્રજાને પ્રજાસતાક અને લોકશાહીનો ભ્રમ ઘુસાડી દેવામાં આવ્યો છે. હજી સુધી “પ્રજાસતાક” ની વ્યાખ્યા જેણે જાણી નથી તેવી પ્રજાસતાકની લ્હાણી લોકો કરી રહયા છે.

તમે શા માટે ભ્રષ્ટ રાજકીય પક્ષોને અનુસરી રહયા છો તેનુ ભાન છે ? તમારો જ્ઞાતિવાદ અને સ્વાર્થ તમને ગુલામ બનાવી દિધા છે.

જો ગાંધીનગરનો કોઇ નાગરીક એવું સમજતો હોય કે તે સ્વતંત્ર દેશનો નાગરીક છે, તો તે તેનો ભ્રમ છે. આજનો માણસ સમાજ વ્યવસ્થાને વિકૃત કરવાની સ્વતંત્રતા સિવાય બાકીની દરેક બાબતે બીજાનું અનુકરણ કરતો રહેતો ગુલામ છે.

ગુજરાતમાં હાલમાં તો બે રાજકીય પક્ષો છે.આ બંને રાજકીય પક્ષો એ ગાંધીનગરમાં એકપણ કામ એવું નથી કર્યું કે ગાંધીનગરને “ગાંધી” ના નામ સાથે જોડી રાખવાનું કારણ મળી જાય.

જેમ ઘેટ-બકરા એક બીજા પાછળ દોરવાતા રહે તેમ સમાજનો પોણો ભાગ ભ્રષ્ટ રાજકારણ પાછળ દોરવાતો જાય છે.

પાટનગરની કચેરીઓ બેસનારો માણસ ક્યારેય નૈતિક્તા દાખવતો નથી, સ્વાર્થ માટે એક પછી એક પક્ષ પલ્ટા કરી ચુકેલા લોકો ૧૫-૧૫ વર્ષથી રાજસતા ભોગવે છે. પાટનગરને રવિશંકર મહારાજે કેવા સ્વપ્ન સાકાર કરવા “ગાંધી” ના નામ સાથે જોડયું હશે….?

રવિશંકર મહારાજને તો એમ હશે કે હું પાટનગરને “ગાંધી ના નામ સાથે જોડીને તેના આદર્શોને પાળતું નગર નિર્માણ કરીશ પરંતુ ૫૦ વર્ષ પછી સાબિત થયું છે. રાજનિતીના પાટલે બેઠેલું ગાંધીનગર ગાંધીના આદર્શોની વિરૂધ્ધમાં ચાલી રહયું છે.

રવિશંકર મહારાજ અને ગાંધીજીના આત્માને ડંખ મારતું ગાંધીનગર તેના આદર્શોપાળી ના શક્યુ તેથી ગાંધીનગરનું નામ બદલવું જરૂરી છે કે નહીં….?

જો સત્ય પાળી ન શકાય, પ્રમાણીકતા રાખી ન શકાય, માણસ તરીકેની નૈતિકતા દાખવી શકાતી ના હોય તો પાટનગર ના શહેરને “ગાંધી” ના નામ સાથે જોડીને શું ગાંધી આદર્શોને વિશ્વકક્ષાએ બદનામ કરવાનું આ કાવતરૂ તો નથી…..?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: