Posted by: rajprajapati | 18/04/2010

પ્રજાસતાક ગાંધીનગર

ગાંધીનગરમાં પ્રથમ વાર કોર્પોરેશનની સ્વરાજ્ય સંસ્થાનો પ્રારંભ થઈ રહયો છે, ત્યારે રાજકીય પક્ષો સતા મેળવવા સામ-દામ-દંડ-ભેદ ની નીતી સાથે જ્ઞાતી-કોમ સંપ્રદાય જેમા શસ્ત્રો સાથે સતા મેળવવાની તૈયારી કરી રહયા છે. ત્યારે ગાંધીનગરના દરેક માણસે પોતાની જાતને, પોતાના આત્માને પૂછવાનું રહે છે કે તેણે ક્યાં સુધી ભ્રષ્‍ટ રાજકારણની ગુલામી કરવાની છે?

આ સમય જ્ઞાન અને વિજ્ઞાનનો છે. ત્યારે કોઈને અનુસરવાને બદલે પોતે નવી શરૂઆત કરવાનો સમય છે.


રાજકારણીઓ સરકારમાંથી ભ્રષ્‍ટાચાર કરીને કરોડો રૂપીયા બનાવી રહયા છે. આજે ભ્રષ્‍ઽ રૂપીયાથી કાર્યકરો અને બીજી પ્રચારની બાબતોના ખર્ચા કરી ખાનગી પેઢીની જેમ સતા ભોગવી રહયા છે. આપણા પૈસે આપણી ઉપર બીજા ભ્રષ્‍ઽ લોકો સતા ભોગવે તેના કરતાં આપણા સામાન્ય સમાજનાં પ્રમાણીક લોકોને શા માટે સેવાની તક ના આપી શકાય…?

કયારેય તમે તમારા સ્વતંત્ર વિચારોથી વાસ્તવિક્તાને સમજવા-સ્વિકારવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે આપણા હક્ક-અધિકારોનો બહુમુલ્ય મત શા માટે બીજાને આપીએ છીએ…?


લોકશાહી રાષ્ટ્રની પ્રજાસતાક વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવે તો ભવિષ્યમાં તેમાંથી પ્રેરણા લઈને બીજી બધી ચૂંટણિમાં મતદારો પ્રજાસતાક તંત્ર વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા માટે સક્રિય બની જશે.

ગાંધીનગરમાં સંખ્યાબંધ વડીલો, યુવાનો, બહેનો સામાજીક સેવાઓમાં કાર્યરત છે. કોઈપણ જાતના સ્વાર્થ કે લાભ વિના અનેક પ્રકારે સેવાઓ આપી રહયા છે. ત્યારે રાજકીય પક્ષના ઉમેદવારો કે રાજકારણીઓને મત આપવા કરતાં એકવાર તો સત્યને સ્વીકારીને પ્રમાણીકતાને અપનાવીએ.

૬૦ વર્ષના પ્રજાસતાક રાષ્ટ્રમાં ક્યારેય સામાન્ય માણસની સતા આવી નથી, દરેક વખતે માત્ર રાજ્કીય પક્ષોની સતા આવી છે. રાજ્કીય પક્ષો વારસાગત પેઢીની જેમ રાજકારણીઓને સતાનો ધંધો કરાવતી સંસ્થા બની ગયા છે.

કોઈપણ રાજ્કીય પક્ષની બહારના સામાન્ય જન સમાજના પ્રમાણીક લોકોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં શા માટે પસંદગી ના કરી શકાય ?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: