Posted by: rajprajapati | 18/04/2010

પ્રજાસતાકનું હાર્દ

લોક્શાહીના દેશમાં કે પ્રજાસતાક દેશમાં જ્યાં સુધી દરેક ઘરમાં રાષ્ટ્રનું બંધારણ ના હોય, ત્યાં સુધી રાષ્ટ્રને પ્રજાસતાક કહી શકાય નહીં.

રાષ્ટ્ર ગમે તેટ્લું વિરાટ હોય, ઘણા પ્રદેશો હોય, અનેક ભાષાઓ હોય છતાં જ્યાં રાષ્ટ્રભાષામાં દેશનું બંધારણ પ્રત્યેક ઘરમાં ના પહોંચે ત્યાં સુધી તે રાષ્ટ્રની પ્રજાને દેશના સંચાલન અને વ્યવસ્થાના નિયમોની સમજણ ન આવે ત્યાં સુધી રાષ્ટ્રની પ્રજાને માટે એક ગુલામી બની રહે છે.

ભારતને પ્રજાસતાક રાષ્ટ્રની વાસ્તવિક્તામાં લાવવું હોય તો દરેક પ્રાદેશીક ભાષામાં બંધારણ અને વહિવટી સંચાલનના નિયમો ઘરે-ઘર સુધી પહોંચવા જોઈએ.

દરેક રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે ૬ દાયકામાં અબજો નહીં ખર્વો-નિખર્વો રૂપિયા પ્રજામાંથી લઈને વહીવટ કર્યો છે પરંતુ કેન્દ્ર્ની કોઈપણ સરકાર કે કોઇ રાજ્ય સરકારે પ્રાદેશિક ભાષામાં રાષ્ટ્રના બંધારણને દેશના સામાન્ય માણસના ઘર સુધી પહોંચાડ્યું નથી. આજ સુધી કોઇ રાજકીય પક્ષે પણ આ બાબતનો વિચાર કર્યો નથી. જ્યારે પણ સામન્ય માણસના ઘર સુધી તેની માતૄભાષામાં બંધારણ અને વહિવટી સંચાલન નિયમોના પુસ્તકો પહોંચાડવાનું સૂચન કરવામાં આવે ત્યારે, સામાન્ય માણસમાં શિક્ષણનો અભાવ હોવાનું બ્‍હાનું બતાવ્યું છે. આ દેશને પ્રજાસતાક બનાવવો હોય તો દરેક પ્રદેશની માતૃભાષામાં બંધારણને ઘરે-ઘર સુધી પહોંચાડવું પડશે.

ભારતના બંધારણની લાક્ષણિકતા એવી થઈ ગઈ છે કે જે બંધારણ અને નિયમો જાણે છે, તેને તે લાગુ પડતું નથી. જે બંધારણીય નિયમો જાણતા નથી, તેની ઉપર બંધારણના નિયમો જાણનારા કુશાસન કરતા હોય છે. સમગ્ર દેશ સહીત બધા રાજ્યોએ સમય પ્રમાણે વિકાસ કર્યો છે, પરંતુ આજ સુધી પ્રજાસતાકના નામે શાસન ભોગવવા રાજકીય પક્ષોએ દેશના નાગરીકને વહિવટી સંચાલનના નિયમોથી અવગત થવા દીધા નથી.

આજની શિક્ષણ વ્યવસ્થામાં બે ધોરણો વચ્ચે જેમ પ્રવેશ પરિક્ષાઓ હોય છે તેમ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પછી સ્નાતકના શિક્ષણ પહેલા દેશના બંધારણ તથા રાજ્ય વ્યવસ્થાના નિયમોનું એક વર્ષનું શિક્ષણ ફ઼રજીયાત હોવું જ જોઈએ.


Responses

  1. Well said….idea bura nahi hai…..
    “Sastu Sahitya Prakashan” can do this work as a part of campaign of “Vanche Gujarat”…..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: