Posted by: rajprajapati | 16/04/2010

ઘરમાં ઘોળાય છે વેદના

રોડ પર રઝળે છે વેદના

સ્ટ્રેચર પર સૂતી છે વેદના

વોર્ડમાં ઝબકે છે વેદના

મુખ પર છલકે છે વેદના

મડદા સાથે સૂતી છે વેદના

પંખે લટકી રહી છે વેદના

ડેમમાં ડારે છે વેદના

તો નહેરોમાં તણાય છે વેદના

દવાથી ઉબકે છે વેદના

આંખોમાં ઝબકે છે વેદના

દિવાલો પર ડોકાય છે વેદના

અહિ તહી ભટકયા કરે છે વેદના

ઘરડા ઘરમાં ઘોળાય છે વેદના

બંઘ બારણે લુંટાય છે વેદના

ચારે બાજુ બસ વેદના જ વેદના

માનવતણી ખુટી રહી છે વેદના


Responses

  1. સ્ત્રી ભ્રુણ હત્યા !!

    આ વણજન્મેલી વૈદેહીની વેદના તું વિચારી જો.
    લોહીથી લથપથ લાગણી વચ્ચે ખુદ તારી તું કલ્પી જો.

    પાંચાલીની શક્તિ તારી, મહાભારત જો રચી શકે .
    અંબા દુર્ગા કાળીને એક અવસર તો આપી જો .

    ગુંગળાતા હિબકતા ડુસકા ,ઉગ્યા પહેલા આથમતા,
    ચંદ્ર સરીખી પ્રતિકૃતિને એક વખત અવતારી જો.

    કુળદીપકની કેવી ઝંખના જે રૂંધે પાપા પગલીને ,
    દંભી સામાજિક મુલ્યોને એક ઠોકર તો મારી જો.

  2. respected sir,
    lines are indeed owsome but there is always painful story of every individual and depicting pain through words and expressing along with selective word is a great skill …. so you deserve hats off… keep rocking and roaring….

  3. awsome, extremely applaudable !!!!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: